Pages

Search This Website

Tuesday, April 27, 2021

ગુજરાતના 29 શહેરોમાં 5 મે સુધી રાત્રિ કરર્ફ્યૂ સાથે આંશિક લૉકડાઉન જેવા પ્રતિબંધ




ગુજરાતના 29 શહેરોમાં 5 મે સુધી રાત્રિ કરર્ફ્યૂ સાથે આંશિક લૉકડાઉન જેવા April 27, 2021






ગાંધીનગર: રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના 29 શહેરોમાં 5 મે સુધી રાત્રિ કરર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે તેમજ આ દરમિયાન કેટલાક વધારાના નિયંત્રણ મુકવાની પણ જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગૃહ વિભાગ સાથે બેઠક મળી હતી. આ બેઠકમાં ભારત સરકારના ગૃહમંત્રાલયની 26 એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે કેટલાક મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ પદે આજે સવારે મળેલી આ તાકીદની બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, અધિક મુખ્ય સચિવ (ગૃહ) પંકજકુમાર, પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




આ નિયંત્રણ તા. 28મી એપ્રિલ-2021 બુધવારથી તા. 05મી મે-2021 બુધવાર સુધી અમલી રહેશે.

• આ નિયંત્રણો દરમિયાન ઉપરોક્ત 29 શહેરોમાં તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.

• અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે.

• આ 29 શહેરોમાં પણ તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે. આ તમામ એકમોએ SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

• તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે.

• આ 29 શહેરોમાં તમામ રેસ્ટોરન્ટ બંધ રહેશે માત્ર ટેક-અવે સેવાઓ ચાલુ રાખી શકાશે.

• તમામ 29 શહેરોમાં મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, ગુજરી બજાર, સિનેમા હોલ, ઓડિટોરિમય, જીમ, સ્વીમિંગ પુલ, વોટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે.

• સમગ્ર રાજ્યમાં તમામ APMC બંધ રહેશે. માત્ર શાકભાજી અને ફળ-ફળાદિના વેચાણ સાથે સંલગ્ન APMC ચાલુ રાખી શકાશે.

• સમગ્ર રાજ્યમાં ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ બંધ રહેશે માત્ર સંચાલકો અને પૂજારીઓ પૂજાવિધિ કરી શકશે.

• સમગ્ર રાજ્યમાં પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે.

• સમગ્ર રાજ્યમાં લગ્ન પ્રસંગમાં નિયમો અનુસાર વધુમાં વધુ 50 વ્યક્તિઓ હાજર રહી શકશે અને અંતિમવિધિઓમાં ૨૦ વ્યક્તિઓ હાજર રહી શકશે.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment