Pages

Search This Website

Friday, April 23, 2021

રિસર્ચ: કોરોના વાયરસ કેવી રીતે અને કયા જાનવરમાંથી માણસમાં આવ્યો?




રિસર્ચ: કોરોના વાયરસ કેવી રીતે અને કયા જાનવરમાંથી માણસમાં આવ્યો?








પાછલા વર્ષે ચીનમાં તસ્કરી કરીને લાવવામાં આવેલલા પેંગોલિનમાં એવા વાયરસ મળવાની પુષ્ટિ થઈ છે, જે આખી દુનિયામાં કહેર વરસાવી રહેલા કોરોના વાયરસ સાથે મેચ થાય છે.


એક આંતરાષ્ટ્રીય ટીમનું કહેવું હતુ કે, ભવિષ્યમાં આવી રીતના સંક્રમણોને ટાળવા માટે જંગલી જીવોનું માર્કેટમાં પૂર્ણ રીતે વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવવું જોઈએ.

પેંગોલિન એવું સસ્તન જીવ છે, જેની સામાન્ય રીતે ખોરાક અને પારંપારિક દવાઓમાં ઉપયોગ માટે સૌથી વધારે ગેરકાયદેસર રીતે તસ્કરી થતી આવી છે.


ચામાચિડીયાઓને કોરોના વાયરસનો મૂળ સ્ત્રોત માનવામાં આવી છે જેમાં કોઈ અન્ય જીવના માધ્યમથી કોરોના વાયરસ માણસો સુધી પહોંચ્યું. નેચર જર્નલમાં પ્રકાશિત એક નવા સંશોધન પત્રમાં સંશોધનકર્તાઓએ કહ્યું કે, ચામાચિડીયાઓનો જિનેટિક ડેટા બતાવે છે કે, “આ જાનવરોને લઈને વધારે સાવધાની રાખવી જોઈએ અને માર્કેટમાં તેમના વેચાણ પર કડક પ્રતિબંધો લગાવવા જોઈએ.”

સંશોધન કર્તા અનુસાર, ચીન અને દક્ષિણપૂર્વ એશિયાના જંગલોમાં મળી આવનાર પેંગોલિનો પર વધારે નજર રાખવાની જરૂરત છે, જેથી કોરોના વાયરસ ફેલાવવામાં તેમની ભૂમિકા અને ભવિષ્યમાં માણસોમાં તેમના સંક્રમણ વિશે માહિતી મેળવવામાં સમજ બનાવી શકાય.

એવું માનવામાં આવી રહ્યું છે કે, કીડઓ ખાનાર આ સસ્તન જીવની આખી દુનિયામાં સૌથી વધારે તસ્કરી થાય છે અને તેના કારણે તે વિલુપ્ત થવાની કગાર ઉપર છે.

આ જીવની ખાલ એશિયામાં પારંપારિક ચીની દવાઓ બનાવવામાં ખુબ જ માંગ રહે છે. પેંગોલિનના માંસને કેટલાક લોકો સ્વાદિષ્ટ માને છે.

કેવી રીતે ફેલાયો કોરોના

ચીનના કોઈ વિસ્તારમાં એક ચામાચિડીયાએ આકાશમાં ઉડતી વખતે પોતાના મળ દ્વારા કોરોના વાયરસના અવશેષો છોડ્યા જે જંગલ વિસ્તારમાં ક્યાંક પડ્યા. એક જંગલી જાનવર, સંભવત: પેંગોલિન તેના સંપર્કમાં આવ્યો અને તેના સ્વભાવ પ્રમાણે તે વસ્તુને જાણવા તેને સૂંઘી લીધી અને તે દ્વારા અન્ય જાનવરોમાં કોરોના અન્ય જાનવરોમાં ફેલાયો.

સંક્રમિત જાનવર માણસોના સંપર્કમાં આવ્યો અને એક વ્યક્તિમાં તેનાથી તે બિમારી આવી . તે પછી વાઈલ્ડ લાઈફ માર્કેટમાં કામગારોમાં તે ફેલાવવા લાગી અને તેનાથી વૈશ્વિક મહામારીનો જન્મ થયો.

વૈજ્ઞાનિકો આ સ્ટોરીને સાબિત કરવાની કોશિશ કરી રહ્યાં હતા કે કોરોના વાયરસ જાનવરોથી માણસોમાં ફેલાયો. જૂલોજિકલ સોસાઈટી ઓફ લંડનના પ્રોફેસર એન્ડ્ર્યૂ કનિંગમનું કહેવું છે કે, ઘટનાઓની કડીઓ જોડવામાં આવી રહી છે. તેઓ કહે છે કે શોધ જાસૂસી સ્ટોરી જેવી લાગી રહી છે.

કનિંગમ અનુસાર અનેક જંગલી જાનવર કોરોના વાયરસનો સ્ત્રોત હોઈ શકે છે પરંતુ ખાસ કરીને ચામાચિડીયાઓ મોટી સંખ્યામાં અલગ-અલગ રીતના કોરોના વાયરસના અડ્ડાઓ હોય છે.

પરંતુ આપણે લોકો આના સંક્રમણના ફેલાવ વિશે કેટલું જાણીએ છીએ? જ્યારે વૈજ્ઞાનિક નવા વાયરસને દર્દીના શરીરમાં સમજી શકશે તો ચીનના ચામાચિડીયાઓને લઈને સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.

સસ્તન પ્રાણી દરેક ખંડમાં મળી આવે છે. તેઓ ખુબ જ ઓછા બિમાર પડે છ પરંતુ તેઓ રોગને ખુબ જ ઝડપી ફેલાવે છે. યૂનિવર્સિટી કોલેજ લંડન (યૂસીએલ)ના પ્રોફેસર કેટ જોનસન અનુસાર તે વાતના પ્રમાણ છે કે, ચામાચિડીયાએ પોતાને અનેક બાબતોમાં પરિવર્તિત કર્યો છે. તેઓ કહે છે કે, ચામાચિડીયા બિમાર પડે છે તો મોટી સંખ્યામાં વાયરસઓથી ફેલાવે છે. તેમાં કોઈ જ શક નથી કે, ચામાચિડીયા જેવી રીતે રહે છે, તેમાં વાયરસ ખુબ જ ઉત્પન્ન થાય છે.

યૂનિવર્સિટી ઓફ નોટિંગમના પ્રોફેસર જોનાથન બૉલ કહે છે કે, આ સસ્તન હોય છે તેથી આશંકા હોય છે કે, આ સીધા માણસોને સંક્રમિત કરી શકે છે અથવા પછી કોઈ અન્ય દ્વારા સંક્રમણ ફેલાવી શકે છે.

બીજી પહેલી છે એક રહસ્યમય જાનવરની ઓળખને લઈને જેના શરીરમાંથી કોરોના વાયરસનું સંક્રમણ ચીનના વુહાનમાં ફેલાયો. તેમાં એક સંદિગ્ધ છે પૈંગોલિન. પૈંગોલિન વિશે કહેવામાં આવે છે કે, દુનિયાભરમાં સૌથી વધારે આની તસ્કરી હોય છે. તે વિલુપ્ત થવાની કગાર પર છે.

એશિયામાં આની સૌથી વધારે માંગ છે. પારંપારિક ચીની દવાઈઓના નિર્માણમાં આનો ઉપયોગ થાય છે. અનેક લોકો આના માંસને ખુબ જ પસંદ કરીને ખાતા હોયછે. કોરોના વાયરસ પેંગોલિનમાં જોવા મળ્યો છે. કેટલાક લોકો દાવો કરી રહ્યાં છે કે, આ નોવ હ્યૂમન વાયરસ સાથે મેચ થાય છે. માણસોમાં સંક્રમણ ફેલાવવાથી પહેલા શું ચામાચિડીયા અને પેંગોલિનના વાયરસમાં અનુવાંશિક આદાન-પ્રદાન થયું હતુ?

નિષ્ણાતો આ મામલે કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચવા માટે સાવચેતી દાખવી રહ્યા છે. પેંગોલિન પરના અધ્યયનો સંપૂર્ણ ડેટા હજી બહાર પાડવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં તેની પુષ્ટિ કરવી મુશ્કેલ છે.

પ્રોફેસર કાનિંગમ કહે છે કે પેંગોલિનથી સંબંધિત પૃષ્ઠભૂમિ અને સંશોધન ખૂબ મહત્વપૂર્ણ છે. ઉદાહરણ તરીકે, પ્રાણીઓ ક્યાંથી લાવવામાં આવ્યા હતા અથવા કોઈ એક પ્રાણી ક્યાંકથી લેવામાં આવ્યું છે અથવા માંસના બજારમાંથી લેવામાં આવ્યું હતું.

પેંગોલિન અને અન્ય વન્ય જીવ જેમાં ચામાચિડીયાની અનેક પ્રજાતિઓ પણ સામેલ છે, તે બધી જ માંસના માર્કેટમાં વેચાય છે. પ્રોફેસર કનિંગમન કહે છે કે, અહી વાયરસઓને એક જીવમાંથી બીજા જીવમાં જવાની તક મળે છે. તેઓ કહે છે કે, વેટ માર્કેટ એટલે માંસનું બજાર એક જીવમાંથી બીજા જીવોમાં સંક્રમણ ફેલાવવાનો સૌથી ઉત્તમ અડ્ડો છે. અહી માણસો પણ સંક્રમિત થઈ શકે છે.

કોરોના વાયરસ ફેલાયા પછી ચીનના વુહાનનું અહી માર્કેટ બંધ કરી દેવામાં આવ્યો. અહીં એક વન્ય જીવનું સેક્શન હતું, જ્યાં અલગ-અલગ જાનવરોને જીવંત અને તેમનું માસ વેચવામાં આવતું હતું. અહી ઉંટ સહિત અન્ય પક્ષીઓના પણ માંસ મળતા હતા.

‘ધ ગાર્ડિયન’ ના અહેવાલો મુજબ વુહાનની એક દુકાનમાં ઘેટાં, પ્રોન, વીંછી, ઉંદર, ખિસકોલી, શિયાળ, સીવિટ, જંગલી ઉંદર, સેલમેન્ડર, કાચબો અને મગરનું માંસ વેચાતું હતું.

ચીન પાસે તેની માહિતી હશે કે, અહીં ક્યા-ક્યા જાનવરોનો માસ વેચવામાં આવ્યો. પ્રોફેસર બોલ કહે છે કે, જો એક વખત સંક્રમણ ફેલાઈ ગયો તો તમે જાણવા ઈચ્છુક હશો કે આ ભવિષ્યમાં ફરીથી ફેલાશે કે નહીં. એવામાં અમારે તે જાણવું જરૂરી છે કે, ક્યા જાનવરની કઈ પ્રજાતિથી આ સંક્રમણ ફેલાયો છે.

હાલના વર્ષોમાં આપણે અનેક વાયરસઓના સંપર્કમા આવ્યા છીએ. ઈબોલા, એચઆઈવી, સાર્સ અને હવે કોરોના વાયરસ. પ્રોફેસર જોનસ કહે છે કે, વાઈલ્ડ લાઈફથી ચેપી બિમારીઓનું વધવું કદાચ માણસોની લાલચ દર્શાવે છે. પ્રોફેસર જોનસ અનુસાર માણસ તેમના જીવનમાં અતિક્રમણ કરી રહ્યો છે. તેઓ કહે છે, “આખુ લેન્ડસ્કેપ બદલાઈ રહ્યો છે. નવા વાયરસઓના સંપર્કમાં માનવ જાતિ જે રીતે વર્તમાન વર્ષોમાં આવી છે, તેવું ભૂતકાળમાં ક્યારેય થયુ નથી.”

પ્રોફેસર કનિંગમ કહે છે, “જો આપણે જોખમોના કારણોને સમજીશું તો શરૂઆતમાં જ ચીજોને નિયંત્રિત કરી શકીએ છીએ. પર્યાવરણ અને જંગલોની રક્ષાની વકાલત કરનારાઓનું માનવું છે કે, ભલે ચામાચિડીયાઓ વાયરસોનો સ્તોર હોય છે પરંતુ તે ઈકોસિસ્ટમ માટે પણ જરૂરી છે. તેઓ કહે છે, કિટ-ભક્ષી ચામાચીડિયાઓ મોટી સંખ્યામાં કિડા-મકોડા ખાય છે. આ મચ્છર અને પાકને નુકશાન પહોંચડનાર કિટ-પતંગોને ખાય છે. ઉલ્લેખનિય છે કે, બિમારી નિયંત્રિત કરવા માટે આમને મારવાની જરૂરત પડશે નહીં.”

2002-03માં સાર્સના સમયે પણ કોરોના વાયરસ જેવી જ સ્થિતિ બની હતી. સાર્સના સમયે પણ વન્ય જીવોના માર્કેટ પર અસ્થાયી રૂપથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. પરંતુ ટૂંક જ સમયમાં ચીન, વિયતનામ અને દક્ષિણ-પૂર્વ એશિયાના બીજા ભાગોમાં વાઈલ્ડ એનિમલ માર્કેટ પર લાગેલા પ્રતિબંધો ખત્મ કરી દેવામાં આવ્યા હતા. ચીને એક વખત ફરીથી વન્ય જીવોના ઉત્પાદોના વ્યાપાર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ ઉત્પાદકોનો ઉપયોગ મુખ્ય રૂપથી ખાવામાં અને પરંપરાગત દવાઓમાં થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વખતના પ્રતિબંધો કદાચ હંમેશા માટે હશે.

સંભવ છે કે, આપણે ક્યારેય જાણી શકશું નહીં કે, બિમારી કેવી રીતે ફેલાઈ અને હજારો મોતો માટે જવાબદાર શું હતું. યૂનિવર્સિટી ઓફ ઈસ્ટ એંગલિયાના પ્રોફેસર ડાયના બેલ કહે છે, આપણે સતર્ક થઈ જઈએ તો આગામી ખતરનાક વાયરસથી બચી શકીએ છીએ. આપણે અલગ-અલગ દેશો, વિભિન્ન જલવાયુ અને ભિન્ન જીવન શૈલીવાળા જાનવરો સાથે રહી રહ્યાં છીએ. પાણીમાં રહેનારા જીવો અને વૃક્ષો પર રહેનારા જીવોને આપણે મિશ્રિત કરી રહ્યાં છીએ. આપણે તેને રોકવાની જરૂરત છે.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment