Pages

Search This Website

Wednesday, April 21, 2021

કોરોના સંક્રમણ વધતા વિટામીન-સી વાળા ફળોની માંગ વધી, લીંબુના ભાવ આસમાને





કોરોના સંક્રમણ વધતા વિટામીન-સી વાળા ફળોની માંગ વધી, લીંબુના ભાવ આસમાને












અમદાવાદ: કોરોનાના કહેર વચ્ચે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં મહત્વપૂર્ણ મનાતા ‘વિટામીન-સી’ના પ્રાકૃતિક સ્ત્રોત એટલે કે ખાટ્ટા ફળો ખાસ કરીને લીંબુ અને સંતરાની કિંમતો આસામાને પહોંચી ચૂકી છે. સુરત અને અમદાવાદ સહિત ગુજરાતના રિટેઈલ માર્કેટોમાં લીંબુનો 200 થી 300 રૂપિયે કિલો વેચાઈ રહ્યાં છે. Lemon Price


બીજી તરફ સંતરા તો ફલોની દુકાનોથી જ ગાયબ થઈ ગયો છે. સંતરાનો ભાવ 150 થી 250 રૂપિયા પ્રતિ કિલો જણાવાઈ રહ્યો છે. આટલું જ નહીં, દ્રાક્ષ, કિવી અને મોસંબી સહિત અન્ય ફળોની કિંમત પણ આ વખતે વધી છે. લીંબુ અને સંતરાની કિંમતોએ તો મોંઘા ફળ ગણાતા સફરજનની કિંમતને પણ પાછળ છોડી દીધી છે.

એક તરફ દેશભરમાં કોરોના સંક્રમણ વધવાથી લીંબુ અને સંતરાની માંગ વધી ગઈ છે, બીજી તરફ વાતાવરણની અનિશ્ચિતતાના કારણે પણ આ વખતે લીંબુ અને સંતરાનું ઉત્પાદન ઘણું જ ઓછું થયું છે. જેના કારણે માંગ વધતા ભાવ પણ વધી ગયા છે. Lemon Price



ગત વર્ષે આજ સિઝનમાં સંતરાની કિંમત 40-50 રૂપિયે કિલો હતી, જ્યારે લીંબુનો ભાવ 60-80 રૂપિયા પ્રતિ કિલો હતો. જો કે હવે લીંબુ અને સંતરા 3 થી 4 ગણી વધુ કિંમતે વેચાઈ રહ્યાં છે. આટલું જ નહીં, આગામી 2-3 મહિના સુધી લીંબુ અને સંતરાની કિંમતમાં ઘટાડો થવાની કોઈ શક્યતા પણ નથી.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment