Pages

Search This Website

Friday, April 23, 2021

VIDEO: બંગલો બન્યો કોવિડ સેન્ટર, વિનામૂલ્યે ઓક્સિજન બેડની વ્યવસ્થા કરનાર આ ગુજરાતીને સલામ છે

 

VIDEO: બંગલો બન્યો કોવિડ સેન્ટર, વિનામૂલ્યે ઓક્સિજન બેડની વ્યવસ્થા કરનાર આ ગુજરાતીને સલામ છે


  • બંગલો બન્યો કોવિડ સેન્ટર
  • જેસુરભાઈની અનોખી સેવા
  • વિનામૂલ્યે ઓક્સિજન બેડ

એક સેવા યજ્ઞ જેતપુરના સેવા ભાવિએ શરૂ કર્યું છે, જેણે પોતાના આલીશાન બગલાને કોરોનાની હોસ્પિટલમાં બદલી નાખી છે અને 15 થી 20 જેટલા કોરોનાના દર્દીને અહીં તેવો ઓક્સિઝન સાથેના બેડની વ્યવસ્થા કરેલ છે. 

હાલ જે કોરોનાની મહામારી ને લઈ ને કોરોના ના દર્દી ઓ ને દવા સાથે સાથે ઓક્સિઝન ની ખાસ જરૂર પડે છે, ત્યારે હોસ્પિટલમાં ઓક્સિઝન સાથેના બેડની કોઈ વ્યવસ્થા નથી, ઓક્સિઝન ન મળતા કોરોના ના દર્દી ઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને જીવ જોખમ માં મુકાઈ ગયા છે,  ત્યારે ઓક્સિઝન ની જરૂર હોય તેવા કોરોનાના દર્દીને જેતપુરના અમરધામ વિસ્તારમાં રહેતા જેશૂર ભાઈ વાળા એ પોતાના આલીશાન બાંગ્લાને કોરોનાના દર્દીને ઓક્સિઝન સાથેના બેડની વ્યવસ્થા શરૂ કરી છે.

જેસુર ભાઈ એ પોતાના બાંગ્લા માં જ 15 થી 20 બેડ ની વ્યવસ્થા કરી છે, જેસુર ભાઈ અહીં તમામ દર્દી ને 24 કલાક ઓક્સિઝન મળી રહે તેવી વ્યવસ્થા કરેલ છે અહીં આવેલ દર્દી ને 24 કલાક ઓક્સિઝન મળી રહે તેવી વ્યવસ્થા કરેલ છે, વ્યવસ્થા કરેલ બેડ માં ઓક્સિઝન આપવા માટે પ્લાસ્ટિક ની પાણી ની પાઇપ ગોઠવી ને વ્યવસ્થા કરેલ છે, સાથે સાથે   કોરોના ના દર્દી નું ઓક્સીઝન અને તેની તંદુરસ્તિ નું સતત ધ્યાન રાખવા માં આવે છે, સાથે સાથે અહીં આવેલ દર્દી અને તેના સગા ઓ ને જમવા સહિત ની સુવિધા આપવા માં આવી રહી છે , અહીં દાખલ દર્દી ઓ અને અહીં થતી સેવા ને લોકો પણ આ સેવા જોઈ ને ગદગદ થઈ જાય છે આ કપરા કાળ માં જ્યારે કોઈ આશા ન હોય દર્દી ને તેના સગા ને તો જાણે ભગવાન મળી ગયા હોય તેવી અનુભૂતિ કરે છે

For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment