Pages

Search This Website

Monday, May 3, 2021

ગમ્મત સાથે જ્ઞાન આપતી વાક્યો માથી શાકભાજી ના નામ શોધવા ની રમત




ગમ્મત સાથે જ્ઞાન આપતી વાક્યો માથી શાકભાજી ના નામ શોધવા ની રમત



ગમ્મત સાથે જ્ઞાન આપતી વાક્યો માથી શાકભાજી ના નામ શોધવા ની રમત




નીચે આપેલા વિવિધ વાક્યોમાં અલગ અલગ જગ્યાએ શાકભાજી ના નામ છુપાયેલા છે તમારે આખું વાક્ય વાંચી તેમાં કઈ જગ્યાએ શાકભાજી નું નામ છે તે શોધી કાઢવાનું છે




નીચેના વાક્યમાંથી શાકના નામ શોધો.




૧) આશા અને અમર ચાંદો જુએ છે.




૨) બીજી ઓક્ટોબરથી ખાદી પર વળતર મળે છે.




૩) ગોપાલે ગોફણ સીધી નિશાન પર મારી.




૪) આ શાક નો વાટકો બીજલને આપ.




૫) કાકીના સગા જરદાલુના પેકેટ લાવ્યા.




૬) ટીનુ આખું વડું ગળી ગયો.




૭) ગોપાલ કટક ગયો.




૮) લે ફુગ્ગો ફુલાવ , રડ નહીં.




૯) જાદુગરનો જાદુ ધીમે ધીમે જામવા લાગ્યો.




૧૦) જાગું વાર-તહેવારે નવાં કપડાં પહેરે છે.




૧૧) નિશા ફાલતું રીયાઝમાં સમય બગાડે છે.




૧૨) જુગલ કામકાજમાં નિપુણ છે.




૧૩) અમર તાળુ મારીને બહાર ગયો.




૧૪) શીતલ સણસણતા કોલસાથી દાઝી ગઈ.




૧૫) વડ પરથી ગુલાબ ટેટા તોડે છે.




૧૬) લોકો સામેથી સહકાર આપે છે.




૧૭) આભાને વિભા જીકારો આપે છે.




૧૮) કોઈ સાથે ફાલતુ વેર ન બાંધવું.




૧૯) છોકરાવ ટાણાસર જમી લેજો.




૨૦) શાંતિ કાકા કડીયાને બોલાવવા ગયા.




૨૧) હોનારતમાં સરકારે લાખોની રાહત આપી.




૨૨) તાવમાં ઝટપટ મેટાસીન ખાઈ લેવી.







મહત્વપૂર્ણ લિંક

જવાબ







૧) આશા અને અમર ચાંદો જુએ છે.

જવાબ- મરચાં

૨) બીજી ઓક્ટોબરથી ખાદી પર વળતર મળે છે.

જવાબ- પરવળ

૩) ગોપાલે ગોફણ સીધી નિશાન પર મારી.

જવાબ- ફણસી

૪) આ શાક નો વાટકો બીજલને આપ.

જવાબ- કોબીજ

૫) કાકીના સગા જરદાલુના પેકેટ લાવ્યા.

જવાબ- ગાજર

૬) ટીનુ આખું વડું ગળી ગયો.

જવાબ- ડુંગળી

૭) ગોપાલ કટક ગયો.

જવાબ- પાલક

૮) લે ફુગ્ગો ફુલાવ , રડ નહીં.

જવાબ- ફુલાવર

૯) જાદુગરનો જાદુ ધીમે ધીમે જામવા લાગ્યો.

જવાબ- દુધી

૧૦) જાગુ વાર-તહેવારે નવાં કપડાં પહેરે છે.

જવાબ- ગુવાર

૧૧) નિશા ફાલતું રીયાઝમાં સમય બગાડે છે.

જવાબ- તુરીયા

૧૨) જુગલ કામકાજમાં નિપુણ છે.

જવાબ- ગલકા

૧૩) અમર તાળુ મારીને બહાર ગયો.

જવાબ- રતાળુ

૧૪) શીતલ સણસણતા કોલસાથી દાઝી ગઈ.

જવાબ- લસણ

૧૫) વડ પરથી ગુલાબ ટેટા તોડે છે.

જવાબ- બટેટા

૧૬) લોકો સામેથી સહકાર આપે છે.

જવાબ- મેથી

૧૭) આભાને વિભા જીકારો આપે છે.

જવાબ- ભાજી

૧૮) કોઈ સાથે ફાલતુ વેર ન બાંધવું.

જવાબ- તુવેર

૧૯) છોકરાવ ટાણાસર જમી લેજો.

જવાબ- વટાણા

૨૦) શાંતિ કાકા કડીયાને બોલાવવા ગયા.

જવાબ- કાકડી

૨૧) હોનારતમાં સરકારે લાખોની રાહત આપી.

જવાબ- કારેલા

૨૨) તાવમાં ઝટપટ મેટાસીન ખાઈ લેવી.

જવાબ- ટમેટા















જવાબ જોવા




1 મરચા

2 પરવળ

3 ફણસ

4 કોબીજ

5 ગાજર

6 ડુંગળી

7 પાલક

8 ફુલાવર

9 દૂધી

10 ગુવાર

11 તુંરિયા

12 ગલકા

13 રતાળુ

14 લસણ

15 બટેટા

16 મેથી

17 ભાજી

18 તુવેર

19 વટાણા

20 કાકડી

21 કારેલા

22 ટમેટા







ગમ્મત સાથે જ્ઞાન આપતી વાક્યો માથી શાકભાજી ના નામ શોધવા ની રમત વાંચતા પણ આવડે એટલે કે વાંચન મહાવરો થાય અને શાકભાજીના નામ પણ આવડી જાય


આ પણ વાંચો :- મહામારી / આ એકમાત્ર ઉપાયથી ભારતમાં કોરોના કાબૂમાં આવી જશે, દુનિયાના ટોચના મહામારી નિષ્ણાંતે ફરી સલાહ આપી
For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment