Pages

Search This Website

Thursday, July 15, 2021

શિક્ષણ બોર્ડની મોટી જાહેરાત:ધો.10 બોર્ડમાં હવે બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિતનો વિકલ્પ અપાશે, વિજ્ઞાન પ્રવાહમાં ન જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને થશે લાભ




શિક્ષણ બોર્ડની મોટી જાહેરાત:ધો.10 બોર્ડમાં હવે બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિતનો વિકલ્પ અપાશે, વિજ્ઞાન પ્રવાહમાં ન જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને થશે લાભ




ગુજરાતના વિદ્યાર્થીઓ ગણિતમાં કાચા પડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, જે ધોરણ 10ના પરિણામમાં ગણિત વિષયમાં માર્ક્સ પરથી જાણવા મળ્યું છે. સતત નીચે જઈ રહેલ ગ્રાફ હજુ વધુ નીચે ના જાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓને ગણિત વિષયની પરિક્ષા માટે 2 વિકલ્પ આપવામાં આવશે. જેમાં સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત રહેશે.


ધો. 10ની ગણિતની પરીક્ષામાં બે વિકલ્પ મળશે
ધોરણ 10માં ગણિત વિષયનું પુસ્તક એક સરખું જ રહેશે અને શાળા કક્ષાએ લેવાતી પરીક્ષામાં પણ કોઈ ફેરફાર નહીં થાય, જોકે બોર્ડની પરીક્ષામાં 2 વિકલ્પ આપવામાં આવશે. વિદ્યાર્થીઓને ધોરણ 10ના બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરતી વખતે સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવશે. ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિકના પ્રશ્નપત્રો અલગ હશે. બંને પ્રકારના પરીક્ષામાં પ્રકરણ બાદ ગુણ ભાર, પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણ ભાર તેમજ હેતુઓ પ્રમાણે ગુણ ભાર રહેશે.


સ્ટાન્ડર્ડ ગણિતમાં પાસ થનાર વિદ્યાર્થી સામાન્ય-વિજ્ઞાન પ્રવાહમાં જઈ શકશે
જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં સ્ટાન્ડર્ડ ગણિત પસંદ કરશે તે ધોરણ 11માં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં જઈ શકશે. પરંતુ જે વિદ્યાર્થીઓ બેઝિક ગણિત પસંદ કરે તે વિદ્યાર્થીઓ માત્ર સામાન્ય પ્રવાહમાં જ પ્રવેશ મેળવી શકશે. ધોરણ 10માં બેઝિક ગણિતમાં પાસ થનાર વિદ્યાર્થી વિજ્ઞાન પ્રવાહમાં જવા માંગતો હોય તો તે વિદ્યાર્થીએ જુલાઈ માસની પૂરક પરીક્ષા દરમિયાન સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા પાસ કરવાની રહેશે. સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ થનાર વિદ્યાર્થી પૂરક પરીક્ષાના નિયમોને આધીન ફરીથી ગણિત સ્ટાન્ડર્ડ અથવા બેઝિક ગણિત વિકલ્પ આપી પૂરક પરિક્ષામાં ઉપસ્થિત રહી શકશે. વિદ્યાર્થીઓએ જે વિકલ્પ પસંદ કરેલ હોય તે અંગે વાલીઓની લેખિત સંમિત લેવાની રહેશે.


For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment