Pages

Search This Website

Saturday, July 3, 2021

એક્સક્લૂઝિવ:કોરોનાની બીજી લહેરમાં રસીકરણ થવાથી 60થી ઉપરના દર્દીઓની ટકાવારી 6% ઘટી, બાળકોમાં માત્ર 2%, મહિલાઓમાં 8% સંક્રમણ વધ્યુ


😷એક્સક્લૂઝિવ:કોરોનાની બીજી લહેરમાં રસીકરણ થવાથી 60થી ઉપરના દર્દીઓની ટકાવારી 6% ઘટી, બાળકોમાં માત્ર 2%, મહિલાઓમાં 8% સંક્રમણ વધ્યુ





કોરોનાની બીજી લહેર પૂરી થયા બાદ ત્રીજી લહેરની શક્યતાની ચર્ચાઓ ચાલી રહી છે. સંભવિત ત્રીજી લહેરની ચર્ચાઓ વચ્ચે સૌથી રોચક અને મહત્વપૂર્ણ બાબત એ છે કે પહેલી લહેરની સામે બીજી વેવમાં બાળકોમાં સંક્રમણમાં માત્ર 2% જ વધારો જોવા મળ્યો છે. એટલે કે પહેલી વેવમાં 3% જ્યારે બીજી વેવમાં 5% બાળકો સંક્રમિત થયા. માત્ર એટલુ જ નહિ પરંતુ સૌથી મોટી વાત એ છે કે 60 વર્ષથી ઉપરના દર્દીઓની સંખ્યા પહેલી લહેરની સરખામણીએ વધી પરંતુ વેક્સિનેશનના કારણે ટકાવાોરીમાં ઘટાડો નોંધાયો છે. વાંચો રાજ્યમાં પહેલી લહેર અને બીજી લહેરમાં સંક્રમિત થયેલા દર્દીઓની વિગતોનો સૌથી પહેલો દિવ્ય ભાસ્કરનો એક્સકલુઝિવ અહેવાલ.
એક વર્ષમાં 3 લાખ, 2 મહિનામાં 5 લાખથી વધુ દર્દી સંક્રમિત
વર્ષ 2020માં 19 માર્ચે રાજ્યમાં કોરોનાનો પહેલો પોઝિટીવ કેસ નોંધાયો, જે બાદ કોવિડનું સંક્રમણ રાજ્યભરમાં ફેલાવા લાગ્યુ. સૌથી મોટી વાત એ છે કે પહેલી લહેર એટલે કે માર્ચ-2020થી માર્ચ-2021 સુધી, એટલે કે એક વર્ષમાં કુલ 312748 લોકો સંક્રમિત થયા, જેની સામે બીજી લહેર, એટલે કે વર્ષ 2021માં એપ્રિલ-જૂન સુધીના સમયગાળામાં 510775 લોકો સંક્રમિત થયા.


પહેલીમાં 3%, બીજી લહેરમાં 5% બાળકો સંક્રમિત
કોરોનાની પહેલી લહેરમાં 1-15 વર્ષના કુલ 9512 બાળકોનો સંક્રમિત થયા, જેની ટકાવારી 3%, જ્યારે બીજી લહેરમાં 25,544 બાળકો સંક્રમિત થયા, જેની ટકાવારી 5% થાય છે. જેમાં 14452 બાળકો જ્યારે 11092 બાળકીઓનો શમાવેશ થાય છે. અમદાવાદની KD હોસ્પિટલના પિડિયાટ્રિક્સ વિભાગના ડો. સ્નેહલ પટેલનું કહેવુ છે કે કોવિડ દરમિયાન તેમને ઓપરેટ કોવિડ પોઝિટીવ બાળકોમાં રિકવરી રેટ 90 થી 95% જોવા મળ્યો છે. શ્વસનતંત્રમાં ACE-2 રિસેપ્ટરનું પ્રમાણ વધુ હોય ત્યારે કોવિડની શક્યતા વધી જાય છે, પરંતુ બાળકોના શ્વસન તંત્રમાં તેનું પ્રમાણ ઓછુ હોય છે, જેથી બાળકોમાં કોરોનાનું જોખમ ઓછુ રહેલુ છે. ઉપરાંત 2 વર્ષ સુધીના બાળકોને રૂટિન વેક્સિનેશન થાય છે, જેથી તેમની ઇમ્યુનિટિ સ્ટ્રોંગ બને છે.


60થી ઉપરના દર્દીની સંખ્યા વધી, વેક્સિનેશનથી ટકાવારીની દ્રષ્ટિએ 6% દર્દીઓ ઘટાડો
સૌથી રસપ્રદ બાબત એ છે કોરોનાની બીજી લહેરમાં 60 વર્ષથી ઉપરના દર્દીઓમાં આંકડાની દ્રષ્ટિએ વધારો જોવા મળ્યો છે, જોકે ટકાવારીમાં 6% ઘટાડો જોવા મળ્યો. પહેલી લહેરમાં 60 વર્ષથી ઉપરના 58921 દર્દીઓ સંક્રમિત થયા, જે કુલ સંખ્યાના 19%, જ્યારે બીજી લહેરમાં 60 વર્ષની ઉપરના 65951 દર્દી સંક્રમિત થયા, જેની કુલ સંખ્યાના 13% થાય છે, મતલબ કે પહેલી કરતા બીજી લહેરમાં 6% દર્દીનો ઘટડો નોંધાયો. રાજ્ય સરકારની કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય અને પુલ્મનોલોજીસ્ટ ડો.તુષાર પટેલનું કહેવુ છે કે વેક્સિનેશનના શરૂઆતમાં 60 વર્ષથી ઉપરના લોકોને પ્રાધાન્ય આપવામાં આવ્યુ અને તેમનું વેક્સિનેશન થયુ, પરિણામે આ એજ ગ્રુુપના દર્દીઓમાં ટકાવારીની ઘટાડો જોવા મળ્યો.


મહિલાઓમાં સંક્રમણ ઓછુ, બીજી લહેરમાં સંક્રમણની ટકાવારી વધી
કોરોનાની બંન્ને લહેરમાં પુરુષોની સરખામણીએ મહિલાઓમાં સંક્રમણનું પ્રમાણ ઓછુ જોવા મળ્યુ, પરંતુ બીજી લહેરમાં મહિલામાં સંક્રમણની ટકાવારી વધારે નોંધાઇ. એપ્રિલ-મે દરમિયાન કુલ મહિલા સંક્રમિત દર્દીની સંખ્યા 1.5 લાખ હતી, જેની ટકાવારી 34% નોંધાઇ. જેની સામે બીજી લહેરમાં 2.13 લાખ મહિલા સંક્રમિત થઇ, જેની ટકાવારી 42% નોંધાઇ. તો બીજી તરફ પહેલી લહેરમાં 2.6 લાખ પુરુષો સંક્રમિત થયા, જેની ટકાવારી 66% થાય છે. બીજી લહેરમાં 2.97 લાખ પુરુષો સંક્રમિત, જેની ટકાવારી 58% નોંધાઇ છે. એટલે કે પહેલા વેવની સરખામણીએ બીજી લહેરમાં મહિલાઓમાં સંક્રમણની ટકાવારી 8% વધી.


સંક્રમણ મહિલાઓમાં ભલે ઓછુ,પરંતુ ગંભીરતા એક સમાન
જાણકારોના અનુસાર મહિલાઓમાં સંક્રમણનું પ્રમાણ ભલે ઓછુ રહ્યુ હોય, પરંતુ સંક્રમણ દરમિયાન ગંભીરતા બંન્નેમાં એક સમાન જોવા મળી હતી, જેથી તમામે સંભાળ લેવાની જરૂર છે. ગાયનેક સોસાયટી ઓફ ઇન્ડિયાના પ્રમુખ અલ્પેશ ગાંધીએ . સાથે વાત કરતા જણાવ્યુ કે કેટલાક પુરુષોમાં વ્યસનનું પ્રમાણ, કોમોર્બેડિટી વધુ હોય છે. ઉપરાંત સાયટોક્રોમ-સ્ટ્રોમ સેલ વધારે હોવાથી તેમનામાં સંક્રમણનું પ્રમાણ વધુ રહ્યુ. જોકે સંક્રમિત મહિલાઓ કે જેઓ ગર્ભવતિ હોય અથવા અન્ય કોઇ સમસ્યાથી પિડાતી હોય તેમને સાજા થવામાં વાર પણ લાગી.


સૌથી વધુ 16-45 વર્ષના લોકોને સંક્રમણ
કોવિડની પહેલી અને બીજી લહેરમાં સૌથી વધુ 16-45 વર્ષના લોકો સંક્રમિત થયા. બીજી લહેરમાં આ એજ ગ્રુપ કુલ સંક્રમિત થયેલા દર્દીઓના 60% હતા, જ્યારે પહેલી વેવમાં કુલ સંક્રમિત થયેલ દર્દીઓ પૈકી 16-45 વર્ષના 49% દર્દીઓ હતા, એટલે કે બીજી વેવમાં આ એજ ગ્રુપમાં સંક્રમણમાં 11% વધારો નોંધાયો.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment